કોરોનાથી દુનિયાને હચમચાવી નાખનારા BATની નવી જ પ્રજાતિ મળી, વૈજ્ઞાનિકો ચોંક્યા
વૈજ્ઞાનિકોએ ઓરેન્જ કલરના ચામાચીડિયા શોધી કાઢ્યા છે.
વોશિંગ્ટન: કોઈ પણ વ્યક્તિમાં ડર પેદા કરવા માટે ઉલ્ટા લટકતાં ચામાચીડિયા(Bat)ની બસ એક ઝલક જ પૂરતી હોય છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કોરોના મહામારીથી દુનિયાને હચમચાવી નાખનારા ચામાચીડિયા રંગીન હોય તેવી કલ્પના પણ નહીં કરી હોય. આપણા મગજમાં તો ચામાચીડિયા એટલે કાળા રંગના હોય તેવી જ કલ્પના હોય. પરંતુ વૈજ્ઞાનિકોએ ઓરેન્જ કલરના ચામાચીડિયા શોધી કાઢ્યા છે.
ચામાચીડિયાની બિલકુલ નવી પ્રજાતિ
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ ચામાચીડિયાની એકદમ નવી પ્રજાતિ છે. તે માત્ર નારંગ રંગના છે એવું નથી, પરંતુ તે ખુબ ફ્લફી પણ છે. બુધવારે સાઈન્ટિફિક જર્નલ અમેરિકન મ્યૂઝિયમ નોવિટેટ્સમાં વૈજ્ઞાનિકોએ આ ચામાચીડિયા અંગે પોતાનો એક સ્ટડી પ્રકાશિત કરાવ્યો છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તે સંપૂર્ણ રીતે ચામાચીડિયાની એક નવી જ પ્રજાતિ છે.
આફ્રિકી દેશમાં મળી આ નવી નારંગી રંગના ચામાચીડિયાની પ્રજાતિ
પશ્ચિમ આફ્રિકી દેશ ગિની (Guinea)માં વૈજ્ઞાનિકોને ચામાચીડિયાની આ રસપ્રદ પ્રજાતિ મળી આવી છે. ટેક્સાસના ઓસ્ટિનમાં એક બિન લાભકારી સંગઠન બેટ કન્ઝર્વેશન ઈન્ટરનેશનલના ડાયરેક્ટર જ્હોન ફ્લેન્ડર્સે કહ્યું કે આ એક પ્રકારે જીવનનું લક્ષ્ય હતું પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહતું કે આ પૂરું થશે. આમ તો દરેક પ્રજાતિ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ તમે રસપ્રદ દેખાતા પ્રાણીઓ માટે હંમેશા તૈયાર રહો છો અને તે વાસ્તવનમાં શાનદાર છે.
દેશના પહેલવહેલા સાંસદ...જેઓ સમગ્ર પરિવાર સાથે મૂકાવશે COVID-19 રસી
તેમણે કહ્યું કે લેબોરેટરીઝમાં અનેક નવી પ્રજાતિઓ શોધવામાં આવી રહી છે પરંતુ જંગલમાં જઈને આ પ્રકારે નવી પ્રજાતિ શોધવી એકદમ નવું છે.
ન્યૂયોર્કમાં અમેરિકન મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં સ્તનધારીઓની ક્યૂરેટર નેન્સી સીમન્સ કહે છે કે આ એક એવું છે કે જેમ કે અનુભવી રિસર્ચર્સ ફીલ્ડમાં ગયા અને તેમણે ત્યાં જઈને એક જાનવરને પકડ્યું અને હાથમાં લીધુ. આ એક એવી ચીજ છે કે જેની આપણે ઓળખ કરી શકતા નથી.
નવી પ્રજાતિના નર-માદા ચામાચીડિયા શોધ્યા
માયોટિસ નમ્બેન્સિસ (Myotis Nimbaensis) નામના ચામાચીડિયાની આ નવી પ્રજાતિ ગિનીના નિમ્બા પહાડો પર રહે છે. આમ તો વૈજ્ઞાનિક એકદમ એવું કહેવા નહતા માંગતા કે આ નવી પ્રજાતિ છે. આથી તેમણે સટીક તપાસ માટે આ ચામાચીડિયાની એક નર અને એક માદા પ્રજાતિને પણ પકડી. ત્યારબાદ સીમન્સે આ પ્રજાતિના નમૂનાની સરખામણી કરવા માટે વોશિંગ્ટન ડીસીમાં સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ તરફ લંડનમાં બ્રિટિશ સંગ્રહાલયની મુસાફરી કરી.
આનુવંશિક વિશ્લેષણથી જાણવા મળ્યું કે આ નારંગી ચામાચીડિયા પોતાના નજીકના સંબંધીઓથી બિલકુલ અલગ છે. આ એક નવી પ્રજાતિ જાહેર કરવાની દિશામાં પહેલું પગલું હતું. આમ તો તે કાળા પાંખવાળા સામાન્ય ચામાચીડિયા જેવા જોવા મળે છે પરંતુ તેના નારંગી રંગે તેને ચર્ચિત કરી નાખ્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube